STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Fantasy

પત્ની સૌથી મોટી જાસૂસ

પત્ની સૌથી મોટી જાસૂસ

1 min
179

પત્ની સૌથી મોટી જાસૂસ,

કરે પતિની જાસૂસી,,

નહાવા જાય ત્યારે મોબાઇલ ચેક કરે,

વોટ્સએપમાં તો એ આંખો આંખો ફાડી ફાડીને જોવે,


પતિને રોજ નવી ચીમકી આપે,

પિયર જવાની ધમકી આપી,

ધાર્યું કામ એ કઢાવે,

જરીક ખોટું કરે તો ડોળા કાઢી એ ડરાવે,

રવિવારની છૂટીમાં ઘરનાં કામ કરાવે,

રવિવારે બીમારીનું બહાનું બતાવી બહારથી ખાવાનું મગાવે,


પત્ની સૌથી મોટી જાસૂસ,

પતિના કામમાં ટાંગ અડાવે,

કારણ વગર લડે ઝઘડે,

જાસૂસ બની પતિની પાછળ એ પડે,

ચોરીછૂપી પર્સ એ તપાસે,

પાઈ પાઈનો હિસાબ માંગે,

એના ગુસ્સાથી તો પતિદેવ દૂર ભાગે,


ઘર કરતા તો ઓફિસ સારી,

એ વાત પતિદેવે સ્વીકારી,

કેવી મળી ગઈ મને નારી,

મારી પડી ગાઈ વારી,

જાણે ઝાડુ લઈને નીકળી ત્યારે લાગે યુધ્ધની તૈયારી,


ડરાવી ધમકાવી ચૂપ કરાવે,

તોય પતિ ને ગુનેગાર ઠરાવે,

વાતવાતમાં ગુસ્સો એને આવે,

એને તો રોજ હોટેલનું જ ખાવાનું ભાવે,

આ બ્યુટી પાર્લરના ખર્ચા કરી ખીસ્સા ખાલી કરાવે,

બિચારા પતિદેવ હોટેલનું ખાવાનું ક્યાંથી લાવે ?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy