STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

2  

શૈમી ઓઝા "લફ્ઝ"

Drama

પતંગ

પતંગ

1 min
159

આકાશ સાત રંગે છવાયું છે,

ચોતરફ કાપ્યો છે ને લપેટના સાદે ગુંજે,


હું એ જ પતંગ જેને ચગાવી લોકો હરખાતાં,

મને જોઇ બાળકો, ઘરડા ના ભેદ ભૂલાતા.


આજના દિવસે તો હું આકાશનો રાજા,

મને જે લૂંટે હું ક્ષણિક તેનો બની જાવુંં,


મને સૌ ઉડાડે મજાથી દોર છૂટે તો,

હું ઊંચા આસમાને ઉડતો જઈ નભ શોભાવુંં.


મને લૂંટી ને લોકો આનંદ મનાવે,

હું કપાઈ જાવ ને લોકદિલ ઉદાસ થાય.


મિત્ર મિત્ર વચ્ચે ઝગડો કરાવું,

પક્ષીઓનો કાળ કહેવાવું.


મારાથી આકાશ રંગબેરંગી લાગે,

લોક દિલે મને લૂંટવાની ઝંખના જાગે.


ઉત્તરાયણ પૂરતો હું રાજા કહેવાવુંં,

બીજે દી' હું કચરાપેટીને વહાલો થાતો.


મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ મારા, વહાલા મિત્રો અને દીદીઓ સર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama