STORYMIRROR

Alpa Vasa

Drama Thriller

3  

Alpa Vasa

Drama Thriller

પર્યાવરણ

પર્યાવરણ

1 min
27.5K




લળીલળી વૃક્ષ કહે,

હવે ન કાપો મને,

ન કરો મારો સફાયો,

હું તો આપું ફળ ને છાંયો,


કલકલ કરતી નદી કહે,

મારો રસ્તો રુંધો શાને?

માતા કહી મને બોલાવો,

પછી શાને નાખો કચરો,


શાંત ઉભી ગૌ માતા કહે,

આપું હું સંપૂર્ણ આહાર,

ધી, દૂધ, દહીં જીવનભર,

ખાઈ, તમે તાજામાજા થાવ,


હરિયાળી ધરતી કહે,

સૂકી ભટ્ટ હવે હું થઈ,

સિમેંટ કોંક્રીટના થયા વન,

પક્ષીના માળાની થઈ ખેંચ,


નત મસ્તક પર્યાવરણ કહે,

પૂરો પાડુ હું શુધ્ધ પ્રાણવાયુ,

કરું તમારી સેવા હું,

આટલું જાણી લો સહુ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama