પરવાનગી
પરવાનગી
પ્રેમમાં પડવાની પરવાનગી આપને મને
સાવ શૂન્ય થી શરૂવાત કરવી છે હવે.
થોડો પ્રેમ તું સિખવજે મને થોડો હું શીખવીશ તને.
ચાલ ને એક બીજામાં મંત્રમુગ્ધ થઈ જઈએ
એક બીજા ના દિલ માં દિલ મેળવી ને
પ્રેમ માં પડી જઈએ.
થોડી જ જિંદગી છે બદલતા વાર નથી લાગતી
ચાલને એકમેક ની આંખો માં આંખો પરોવી
બે જીસ્મ એક જાન થઈ જઈએ
ચાલ ને એક બીજા ના શમણામાં એક બીજા ને
જોવા લાગીએ.
ચાલ ને એક બીજા ના પ્રશ્નો ના જવાબ બની જઈએ
એક હકીકત તો એક વાત બની જઈએ.
એક બીજા ની રાહ તો એક બીજાની આસ બની જઈએ.
જરા ઊંચું મસ્તક કરી ને જો કેટલું મોટું
સરોવર છે સામે.
તું પરવાનગી આપ મને તો આપણે સાથે
મળી ને હંસ ની જોડ બની જઈએ.
ચાલ ને ક્યાંક અધૂરી પડેલી ગઝલ
ને સાથે મળી પૂરી કરી દઈએ.
તું પ્રેમ ની પરવાનગી આપ તો
આપણાં પ્રેમ ને જ ગઝલ નું સ્વરૂપ આપી દઈએ.
હું તો કવિ છું જ તું કવિયત્રી બની જજે
હું અને તું મળી ને જ એક કવિતા બની જઈએ.

