STORYMIRROR

"Komal Deriya"

Romance

3  

"Komal Deriya"

Romance

પરણવા જઈ રહી છે !

પરણવા જઈ રહી છે !

1 min
257

અમારા ખભા પર બેસી ને ફરનારી

પતિના ખભાથી ખભો મિલાવવા જઈ રહી છે,


અમારા સૌના શિશ નો તાજ છે જે,

આજે એમના ઘરની લાજ બનવા જઈ રહી છે,


અમારા ઘરની નટખટ રાજકુમારી છે જે,

એ આજે નવા ઘરની રાણી બનવા જઈ રહી છે,


જેની સાથે અમે સૌ હસતા ગાતા

એ આજે સાસરિયાંનું સંગીત બનવા જઈ રહી છે,


અમારા ઘરની મોંઘેરી ધરોહર સમાન 

એ આજે સાવ પારકી થાપણ બનવા જઈ રહી છે,


હા અમારા ઘરની લાડકી દીકરી 

આજે પ્રફુલના ઘરનું 'ભાવિ' બનવા જઈ રહી છે,


છે જે અમારા બાપાના કાળજાનો કટકો

એ આજે તો ખુશીઓને પરણવા જઈ રહી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance