STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Fantasy Romance

પરમ પ્રેમની ક્ષણો

પરમ પ્રેમની ક્ષણો

1 min
14.4K


ભીનાશ ભીતરની એક ભવ્યતા,

અર્પી ગઈ,

જયારે આ અલગારી હવા મને,

સ્પર્શી ગઈ,


શું થયું'તું પછી મને તારી ઊડતી,

ઝુલ્ફો જોઈ,

જાત મારી ગૂંચવણમાં જાણે,

ઉકલતી ગઈ,


ઝાંખા પ્રકાશમાં તમારી,

મુખમુદ્રાની છાયા,

એક પળ અસ્તિતવ મારું હતું,

નહોતું કરી ગઇ,


ને નશો થઇ ગયો વગર,

મયખાનાની મુલાકાતે,

તારી આંખોના પ્યાલામાં મેં,

શરાબ જોઈ,


નજરો દોસ્તોની પણ હવે તો,

ખફા થઈ ગઈ,

જ્યારથી નજર તારી મારી તરફ,

થઇ ગઈ,


હકીકતમાં તમને નજરો નજર,

જોયા પછી તો,

જીવનમાં એક નવા સપનાંની,

શરૂઆત થઈ,


ને હવે "પરમ" પ્રેમની ક્ષણો,

પાવન થઇ ગઈ,

જ્યારથી તમ સંગ જાત મારી,

"પાગલ" થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama