પ્રિયતમનો પોકાર
પ્રિયતમનો પોકાર
જ્યારે હું જોઉં છુ તુજને,
સવાર મારી સુધરી જાય છે,
તારી સુંદર સૂરત જોઈને,
સૂરજ પણ સંતાઈ જાય છે.
દિવસ ગમે તે હોય મારે,
મહા ઉત્સવ બની જાય છે,
અંધારી આ રાત પણ મારી,
પૂનમ જેમ ખીલી જાય છે.
તારૂં મદમસ્ત યૌવન જોઈને,
બેકાબુ બની જવાય છે,
તારા અધરોનું રસપાન કરવા,
ભ્રમર બનવાનું મન થાય છે.
મધુર તારો સાદ સાંભળીને,
મધુર સંગીત અનુભવાય છે,
તારા દિલની ધડકનમાં મુજને,
પ્રેમનો તાલ સંભળાય છે.
તારી મસ્ત અદાઓથી મનમાં,
મદહોંશી છવાઈ જાય છે,
યૌવનની તારી અંગડાઈ જોતાં,
પ્રેમની પ્યાસ વધી જાય છે.
તને પામવાનો આનંદ છે પણ,
એક વાત હવે ડંખી જાય છે,
જ્યારે તું રિંસાય છે "મુરલી" તે,
રાત અમાસ બની જાય છે.

