પ્રિયતમાને વિરહ
પ્રિયતમાને વિરહ
હસવું હતું માત્ર એક પળ મારે,
સાથ છોડી સદાય તું ચાલી ગઈ,
વિરહની યાદ અપાવીને મુજને,
ગમની ગહેરાઈમાં ડૂબાડી ગઈ,
યાદોની વણઝાર સરકી છે મનમાં,
તારી યાદ મુજને રડાવતી ગઈ,
ભૂલવા માગું છું, નથી ભૂલી શકતો,
નયનમાંથી અશ્રુ વહાવતી ગઈ,
અતૂટ સંગાથ હતો જીવનમાં તારો,
એકલો તું મુજને બનાવતી ગઈ,
મને મૂકી તું ચાલી અનંત પ્રવાસે,
પાનખરમાં મુજને ધકેલતી ગઈ,
મિલનનું ગીત ગાવું હતું મારે,
ગીત મારું બેતાલું બનાવતી ગઈ,
પ્રેમનો સૂર લગાવવો હતો "મુરલી"
સૂર પ્રેમનો બેસૂરો તું કરતી ગઈ.
