પ્રિયતમા મારી અતિ વહાલી
પ્રિયતમા મારી અતિ વહાલી
નયને વરસતા સ્નેહનીર, સરિતા પ્રેમની લાગે છે
પ્રિયતમા મારી અતિ વહાલી, પ્રેમનો સાગર લાગે છે,
ભર નીંદરે પણ એ, જાગતી યાદ કરીને મને
હૈયાના હેતની છાલક, એના હૃદયે વાગે છે,
પ્રિયતમા મારી અતિ વહાલી, પ્રેમનો સાગર લાગે છે,
હૈયે છલકતાં હેતથી, પોકારે મને બહુ પ્રેમથી
વિહરતી ગગને કિલ્લોલ કરતી, કોયલ રાણી લાગે છે,
પ્રિયતમા મારી અતિ વહાલી, પ્રેમનો સાગર લાગે છે,
બાંકડે બેસી મો મચકોડતી, લાજવાબ રીસાતી એવી
જાણે ભીતર વહાલનો, એટમ બૉમ્બ ફોડવા માંગે છે,
પ્રિયતમા મારી અતિ વહાલી, પ્રેમનો સાગર લાગે છે,
મળતી એ સદા મુખ મલકાવતી, સદાય વસંત રૂપે
મઘા નક્ષત્રનાં વરસાદનાં, શીતળ નીર જેવી લાગે છે,
પ્રિયતમા મારી અતિ વહાલી, પ્રેમનો સાગર લાગે છે,
' રાજ ' હવે હું તેનો, બની ગઈ હૃદયની તે રાણી મારી
સ્વપ્નમાં પણ તે પધારી, વરસતી વાદળી પ્રેમની લાગે છે.