પરિવારની હૂંફ
પરિવારની હૂંફ
સ્નેહની સરવાણીથી દીપે છે પરિવાર,
સમૃદ્ધ વૈચારિકથી ખીલે છે પરિવાર,
જો હોય એકમેકનો સાથ ને સહકાર,
તો જ ઉપવન જેવો બને છે પરિવાર,
ખીલતા રહે આસપાસમાં પ્રેમના ફૂલો,
મહેકતો રહે સ્નેહીજનોથી પરિવાર,
જો સુખ દુઃખમાં રહે સદા સૌ સંગાથ,
વિપત ટળે ઉદ્મમે ખુશ રહે પરિવાર,
વડીલોના આશિષ ને હૈયાની હૂંફ,
તો સદા રહે છે ઝળહળતો પરિવાર.
