વાંસળી
વાંસળી


કહાને જોયા રમતા રમતા વાંસના જંગલ
વાઢી વેંતેક ડાળી તાજી છોલી કર્યા મંગલ
નજરોના બાણે કીધા કાર્મુકમાં નાના કાણા
છીદ્ર છ માંહે કંડાર્યા વિના માપે નહીં નાણા
બની ગઈ બંસરી કહાને બજાવ્યા મીઠા સૂર
સાંભળી સૂરીલા ગીત રાધાના ખીલ્યાં નૂર
છ સુરાખે વાંસળી આઠે ઘડી સૂરીલી વીણા
સપ્તક અઢી બેસાડ્યા રેલાવવા સૂર ઝીણા
બની બાંસુરી વિશ્વે ક્રુષ્ણનો ખ્યાતિ મુદ્રાલેખ
મીઠા નાદે દુનિયા ડોલી ના જરા મીનમેખ
કહાને જોયા રમતા રમતા વાંસના જંગલ
મથુરા વૃંદાવનમાં મચાવ્યા પ્રેમના દંગલ
વાઢી વેંતેક ડાળી તાજી છોલીને કર્યા મંગલ
મોરલી ને વેણુ નાદે થાય પલાયન અમંગલ.