ફીલિંગ્સ
ફીલિંગ્સ


શમણાંઓ ભરી એક વાત હતી,
રાતની સવાર સાથે મુલાકાત હતી,
પાંદડે પાંદડે આ ઝાંકળ ઉગ્યું,
ઝાકળમાં પણ ઉષ્માભરી વાત હતી,
ના સમજ કે વરસાદી ફોરમ મ્હેક્તી મળે,
આતો એટલે ભળ્યું કે..
માટીની સુગંધિત જાત હતી,
નજરથી નજર મળતા વાત થાય,
એવી કેટલીયે આપણી મુલાકાત હતી,
આકાશે આ લાલિમા કેવી વેરાઈ,
જાણે કે ક્ષિતિજે સૂર્ય-મિલનની વાત હતી,
રસ્તે ચાલતા લક્ષ સુધી પહોંચે જો તું,
તો સમજવું કે દરેક લાગતી ઠોકર સમજદાર હતી,
ક્યાં વહાલ વરસાવતું પીંજરું પંખીને,
પણ એને તો ગમતી આઝાદ ઉડાન હતી,
પ્રેમના પુષ્પો ખીલ્યાતા હૃદયે કારણકે,
તારી લાગણી સંગાથ હતી,
બસ.
આવી શમણાંઓ ભરી એક વાત હતી..!