STORYMIRROR

Krishna Katorawala

Drama Fantasy

3  

Krishna Katorawala

Drama Fantasy

બચપન

બચપન

1 min
313

કાશ ફરી એકવાર મને બચપન મળી જાય!

મોડા ઉઠવાની એ સવાર મળી જાય,

નવા નવા પુસ્તકોની એ સુગંધ મળી જાય,

શિસ્તતાનું ઘડતર કરનાર શાળા મળી જાય,

જ્ઞાનરૂપી દીવા ને ઉજ્જ્વલિત કરતા એવા ગુરુ મળી જાય.

કાશ ફરી એકવાર મને બચપન મળી જાય!...


સુખ-દુઃખ માં સાથ આપનાર એ મિત્રો મળી જાય,

માતા પિતા ના વ્હાલ ની લાગણીની એક પળ મળી જાય,

નાના પગલાં માંડી કંઇક બનવાનું એક સપનું મળી જાય,

દૂર ઘોર વાદળામાં છૂપાયેલું બચપનનું કિરણ મળી જાય,

ટેન્શન ફ્રી જીંદગી જીવવાનો એક લ્હાવો મળી જાય,

કાશ ફરી એક વાર મને બચપન મળી જાય!...


હે! કુદરત મને આ વાત નો જવાબ મળી જાય કે,

બચપન માં ઇચ્છતા કે ઝટ યુવાની મળી જાય,

પરંતુ યુવાની ના પગલે, બસ આ એક ઈચ્છા મળી જાય કે,

કાશ! ફરી એક વાર મને બચપન મળી જાય!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama