રજનીરાણી
રજનીરાણી
પગ મૂકી સંધ્યાના ઉંબરે આવી રજનીરાણી.
દિવસના અજવાસને હરે આવી રજનીરાણી.
આથમણેથી પગલાં પાડે શશીને બોલાવનારી,
આભે તારલિયા ભાત ભરે આવી રજનીરાણી.
નભે ઘટાટોપ તમસમાં આભને શણગારનારી,
પૂર્ણિમાએ ઇન્દુ તેજ ધરે આવી રજનીરાણી.
એકલદોકલ કોઈ મજૂર ઘરભણી જે સંચરે,
શેરીમાં બલ્બ પ્રકાશ વેરે આવી રજનીરાણી.
પૂર્ણાહૂતિ રખે એ દિવસની કરતી રાતઅંધારી,
ઊંઘ પ્રાણીમાત્રને સાંભરે આવી રજનીરાણી.
