STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama Fantasy

3  

Ashuman Sai Yogi Ravaldev

Drama Fantasy

આભલું ઉછીનું દઈ દે પ્રભુ

આભલું ઉછીનું દઈ દે પ્રભુ

1 min
619

મને એક આભલું ઉછીનું દઈ દે પ્રભુ,

થોડા તારલા ને નાનેરો ચાંદો દોરે રાખું,


ઓલા સૂરજનો તડકો એમાં ભરી દે પ્રભુ,

એમાં વાદળાં રંગુ ને હું તો જળ રે ભરુ,


વીજળીના ચમકારા માટે લાઇટુ કરું,

ગગન વિહરે તે પંખીડાના તેમાં માળા કરું,


એમાં ઈંડાનો રંગ હુંતો કાબરચીતરો કરું,

મને એક આભલું ઉછીનું દઈ દે પ્રભુ ..


મારા સોનેરી સપના, તું સર્જી દે પ્રભુ,

મારી આંખોમાં થોડા ઝાડવા દોરી દે પ્રભુ,


સૂકી ડાળીઓને પાણીડાંના કૂવા રેડું,

કળીઓને કળીઓ રાખીને નિરખ્યા કરું,


મારા ભેરુઓને નામે હુંતો દરિયો રાખું,

તેમને છીપલાના મોટા ઢગલા દઈ દઉં,


મને એક આભલું ઉછીનું દઈ દે પ્રભુ,

રાત ને દાડો સાથે તું આપી દે પ્રભુ,


અજવાળા પાથરી ગુફાઓ ચમકાવી દઉં,

હુંતો દીવડાઓ કરી રાત્યુને ડોલતી કરું,


મારી વાડીઓના પોકને હુંતો મીઠા પકવું,

થપ્પો આપીને હુંતો સૌથી સંતાઈ જાઉં,


ઓલી તળાવડીમાં ધૂબકા મારી પલળ્યા કરું,

મને એક આભલું ઉછીનું દઈ દે પ્રભુ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama