STORYMIRROR

Kiran piyush shah "kajal"

Fantasy Others

3  

Kiran piyush shah "kajal"

Fantasy Others

સ્વપ્નવ્રત

સ્વપ્નવ્રત

1 min
298

રાતની નિરવ શાંતિમાં,

ઝાંઝરની રુમઝુમ,

સંભળાતી.


મન મળવાને ઝંખ્યા કરતું,

ને ખૂલ્લી આંખે સ્વપ્ન જોતાં જોતાં,

અર્ધ નિદ્રાધીન મન,

જાણે પૂર્ણ સ્વપ્નમાં સરી પડ્યું.


અભિસારિકાનું રૂપ લઈ,

ઝાંઝરનાં રવને હળવે પગલે દબાવતી,

આવી પહોંચી હદયને દ્વાર,


આવકારો નજરથી આપી,

આવકારી હદયાસને બિરાજમાન કરી,

પ્રેમનાં બે મીઠા શબ્દોની આપલે કરું,


સંવાદ રચું ત્યાંજ, એક કર્કશ અવાજે,

"ઊઠો હવે, કોઈ સ્વપ્ન સુંદરી,

નથી આવવાની તમારું કામ કરવા."


એક ઝટકા સાથે વાસ્તવિક ઘરતી પર

હા એ સુખ તો સ્વપ્નવત જ.


ઝાંઝરનો એ મધૂર રણકાર,

માત્ર ભ્રમજ,

નસીબ તો સોક્રેટિસનાજ ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy