પતંગ
પતંગ

1 min

590
એક એવી પતંગ ઉડાવું,
જે મને પણ દૂર લઈ જાય,
કેવું સરસ લાગે,
જો પતંગ મને લઈને ઉડે,
અગાશીથી અગાશી અને,
જંગલ-ઝાડવા ઉપર પહોંચું,
ધરતીથી ગગન ઉપર જાઉં,
ઠુમકા ખાઉ અને હિંચકા ખાઉં,
આમથી તેમ ડોલું ને મજા કરુ,
ઉપર ગગનમાં તિરંગો લહેરાવું,
ઉપરથી નીચેની દુનિયા જોઉં,
એક એવો પતંગ ઉડાવું.