STORYMIRROR

BINAL PATEL

Fantasy

3  

BINAL PATEL

Fantasy

કવિનો કાગળ બોલી ઉઠ્યો!

કવિનો કાગળ બોલી ઉઠ્યો!

1 min
246

તને આમ વિચારોમાં ખોવાયેલી જોઉં છું,

ક્યારેક પોતાની સાથે વાતો કરતી જોઉં છું,

મને સમજતી, મારામાં જ ખોવાતી જોઉં છું,


એવું તો શું છે આ આંખોમાં 'સખી',

તારા જ સાથને હું ઝંખું છું?


તારી લાગણીઓને હું મારામાં વહેતી જોઉં છું,

તારા બધા જ સપનાં મારા સુધી જ સીમિત લાગે છે,

શું છે જે તું શોધે છે?


અરે! ક્યાં જાય છે?

મને જ આમ એક સવાલ બનાવીને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy