સાંજ
સાંજ


સાંજ વિચારે સૂરજ ડૂબ્યો એના આગમનથી
જુગારી લાવે ઉધાર દિનરાત સુવા ચમનથી
સાંજ ક્યાં રાખે છે કોઈ દિ દિવસનો હિસાબ
નિશા આગમનથી તો નભમાં તારાની છાબ
દિવસભર નહીં છોડે માનવી કામની જંજાળ
બધાને રાતે સુવડાવવા બિછાવી સાંજે જાળ
મધુશાળા મુશાયરા થાક્યે થઇ જાય પ્રભાત
કૂકડો બોલ્યો હું જાગ્યો એટલે વહી ગઈ રાત
સાંજ વિચારે સૂરજ ડૂબ્યો એના આગમનથી
સાંજને કહો ચક્ર ચાલે સૂરજ આવાગમનથી !