પરીઓના દેશમાં
પરીઓના દેશમાં
પરીઓના દેશમાં ઊડી ઊડી જાઉં
સરસ મજાની પરી બનીને આવું,
રોજ રોજ નવું નવું જાદુ શીખી આવું
જરૂરિયાતોની મદદ કરવા તત્પર થાઉં,
પ્રેમ પરી બનીને પ્રેમ વહેંચી જાઉં
દુઃખી ન રહે કોઈ એવું જાદુ કરી જાઉં
ખોબલે ખોબલે સુખ ભરી જાઉં.
