પ્રેમનો હકીમ
પ્રેમનો હકીમ
અહીં બેશક દવા મળે છે, દર્દની દોસ્તો,
પણ દિલ તમારું ઘાયલ જોઈએ દોસ્તો !
મરહમ લગાવતા, થશે જે તકલીફ હૃદયમાં,
એ તકલીફને દૂર કરવા શાયર મન જોઈએ ! અહીં બેશક.....!
ઈશ્ક મહોબ્બત અને પ્રેમની સફરમાં,
ઠોકર ખાવવી એતો લાજમી છે દોસ્તો !
ઘસાયેલા પત્થરને રૂપ મુરતનું આપવા,
યાદોમાં રહેલું ચિત્ર 'કેનવાસ' પર જોઈએ, અહીં બેશક.....!
દુનિયાનો દસ્તુર છે સંગ દોલત પ્રેમ તોલીએ,
પણ ત્રાજવાની એક તરફ ધૃડ ભરોંસો જોઈએ.
પથ્થરના મારથી, કઈ દિલ નો ઘવાઈ દોસ્તો,
સહન કરતી લાગણી પરનો ભાવ અનુકૂળ જોઈએ. અહીં બેશક.....!
અહીં બેશક દવા મળે છે, દર્દની દોસ્તો,
પણ દિલ તમારું ઘાયલ જોઈએ દોસ્તો.

