પ્રેમની મહેંક
પ્રેમની મહેંક
તું હતી તો જીવન મારું,
વસંતની જેમ ખીલ્યું હતું,
તારા વિનાનુ જીવન મારું,
વેરાન રણ જેવું બની ગયું.
કેવી સુંદર જોડી હતી આપણી,
ખુદાએ કેમ ખંડિત કરી ?
એકલા અટુલા રહેવાની મને,
ખુદાએ સજા ફરમાવી દીધી.
થાકી ગયો છુંં એકલતાથી,
તારી યાદોના સહારે જીવું છું,
તારી તસ્વીરને નિરખીને હું,
નયનોથી અશ્રુ વહાવું છું.
તારા વિરહનો ગમ છે હૃદયમાં,
પચાવવાની ટેવ પાડું છું,
શ્ચાસે શ્ચાસે નામ લઈ તારું,
મારા મનને બહેલાવું છું.
કરૂણાં ભરેલી તારી સૂરતને,
હું હવે નિરખી શકતો નથી,
"મુરલી" તારા પ્રેમની મહેંક ને,
આજ પણ હું નિકટ અનુભવું છું.

