પ્રેમી પંખીડા.
પ્રેમી પંખીડા.


ચાહવા માટે કયાં કારણ હોય છે ?
સાવ જુદું જ અમસ્તુ ખેચાણ હોય છે,
એવા અમે બે પ્રેમી પંખીડા ને,
બહુ રસમય શોખ પતિરાજને
મને શણગારવાનો,
ને પ્રેમ નીતરતી આંખે જોવાનો
ને પ્રેમ કરવાનો,
અદભૂત પ્રેમથી
સજાવાનો મને એમના હાથે.
પ્રેમનું પાનેતરને,
ચાહતના ચણિયા ચોળી,
પહેરીને પ્રિયે તું દેખાય કેટલી ભોળી.
ચાલને, પ્રેમ તણો પહેરવેશ પહેરાવું,
સ્નેહ તણી સાડી અને
આશીકી તણી ઓઢણી,
આજ કેવી નિરખી રહી છે.
ઘરવાળો કહે મને ચાલને તને,
પ્રેમનો સ્વાદ કરાવું ભયોભયો,
લાગણીની લિપસ્ટીક કરું
ને હુસ્નની મૂકું હીના.
આપણી વચ્ચે રચાઈ છે,
પ્રેમની કેવી વીણા ચાલને,
તને પ્રેમનો અહેસાસ કરાવું.
દિલથી મારી મહોબ્તનું,
મંગલસૂત્ર પહેરાવું,
મારી માયાની માલા,
નયન નચાવીને,
તું કરે છે કેવા ચેન ચાળા,
ચાલને સ્વાદ કરાવું મારા પ્યારનો.
પ્યાર તણું છાટું પરફયુમ,
દિલ તણી ધડકનને તું કેવી,
કરીદે છે ગુમ તારા પ્યારમાં.
ચાલને તને પ્રેમનો,
પહેરવેશ પહેરાવી દવ,
વ્હાલ તણી વેણી,
ને મોહ કેરો મેકપ કરુ.
ને કહું છું ફરી ફરીને,
મિલનની ખોટી ના કર,
ચાલ તને પ્રેમનો સ્વાદ,
ચાંદની રાતે કરાવું.
ને મારી દરેક લાગણીઓનો સરતાજ બનાવું,
ચાહતનો દરિયો વહેવડાવી દઉ,
મારા પ્યારનો એવા અમે પ્યારા પ્રેમી પંખીડા
વિહરતા રહેતા, રહીશું આ જિંદગી.