પ્રેમ હોય તો મળે
પ્રેમ હોય તો મળે
પ્રેમ હોય તો મળે, પરમ રસ પ્રેમ હોય તો મળે.
પ્રેમ વિના ના સરે, હેતુ કૈં પ્રેમ વિના ના સરે... પરમ રસ.
નિર્મળ ઉરમાં ભાવ-ભક્તિની ગંગા જન્મ ધરે,
તનમન અંતર એ અમૃતમાં ત્યારે સ્નાન કરે... પરમ રસ.
પ્રેમ વિના ના ક્લેશ મટે ને ફેરો તરત ટળે,
નીરસ જીવન રસ પામી ના ઉત્સવ રોજ કરે... પરમ રસ.
પ્રેમ વિના સાધન સૌ કાચાં, પીડા ના પરહરે;
પ્રેમ પ્રકટ કરવા સાધન સૌ સાધક વર્ગ કરે... પરમ રસ.
ભિક્ષા તેથી માગી છે મેં, મન મુજ પ્રેમ કરે;
‘પાગલ’ પ્રેમ તમેય કરો જીવન હેતુ સરે... પરમ રસ.
- શ્રી યોગેશ્વરજી
