પ્રભુની કરામત
પ્રભુની કરામત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પ્રભુ,
નવસર્જન કરનાર તું કયાં છે ?
જન્મોજનમનો નાતો રાખનાર તું કયાં છે ?
સર્જી તે આ ધરા સર્જ્યું તે ગગન,
ત્રણેય લોકમાં વાસ છે તારો તું સકળ જગમાં,
આપ્યો તે માનવદેહ પ્રભુ જગમાં,
એમાં કરી કેવી કરામત અદ્ભૂત રચના,
સૂર્યના કિરણો પ્રસરાવી પ્રકાશ આપે જગને,
અંધારામાં પણ દીવડા બની તેજ તારું પ્રસરાવે,
કેવી કરામત છે પ્રભુ તારી,
તું દેખાય નહિ પણ સમાયો કણેકણમાં.