STORYMIRROR

Rita Hirpara

Classics Others

4  

Rita Hirpara

Classics Others

પોષી પૂનમ

પોષી પૂનમ

1 min
271

બાળપણ ની .. 

યાદ આવી જૂની વાતો , 

મુખડું મારું મલકે ,

યાદ આવતા અંતર છલકે ,

પૂનમ કેરા અંજવાળે ,

હીરની ગાંઠે ગૂંથેલું મારુ મન , 

પરોવું સ્નેહની સોયમાં ,

દીવા પ્રગટાવ્યા અંતરમાં ,

પ્રકાશ ફેલાયો ચૌદ ભુવનમાં ,

આભે ઊગ્યો ચાંદલિયો ને હું હરખાવ , 

બાજરાનાં રોટલાની ચાનકી બનાવી ,

પોષી પોષી પૂનમ પોષા હતાં મારા વ્રત , 

“ભાઈ ની બેન રમે કે જમે ” ,

હૈયાથી હજૂર છે રહે છે તે દૂર , 

ચમકે છે આભે ચાંદલો છે આજે પૂનમ , 

રાખી વ્રત સદાય કહેતી સુખી રહે મારો વીર ,

બેનના ઉરે હોય સદા એક આશ ,

ભાઈના જીવનમાં રહે સદા સુખનો પ્રકાશ,

દુઆ કરું મારા અને દરેક ભાઈ ને , 

એકબીજાના દુઃખમાં સદાય બનશું અમે ભાગીદાર …

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕 


Rate this content
Log in

Similar gujarati poem from Classics