પોપટ
પોપટ
પોપટી ઓઢી ઓઢણી ને વાંકડી છે ચાંચ
મળે બદામ ને મરચાં તો આવે ના આંચ,
સૂડો અવતરું લીલા રંગે ચાંચ રાખું લાલ
કાંઠલો કાળા રંગનો પટ્ટો ગળે લટકે લાલ,
મજબૂત મારા બે પગ પર આંગળી ચાર
તુઇ, સુરપાણ સૌ પોપટ કરે ચાંચથી વાર,
વિહંગ રંગીન રહ્યું ટચુકડું ને બુધ્ધિશાળી
બિન વાજે સંગીત મારુ મીઠું પ્રભાવશાળી,
ઊડવા દ્યો મને આંબલી પીપળી એકલો
શાને પૂરો મને પાંજરે એકલો કે બેકલો,
પોપટી ઓઢી ઓઢણી ને વાંકડી છે ચાંચ
પૂર્યો પાંજરે મને કાકડીની આપીને લાંચ.
