STORYMIRROR

Mehul Trivedi

Children Others

3  

Mehul Trivedi

Children Others

પંખી

પંખી

1 min
1.6K


ઝાડની ડાળી પર,

મહેમાન એક આવ્યુ હતુ.


સંઘર્ષથી સફળ થવાનો,

સંદેશો નવો લાવ્યુ હતુ.


પંખી એક જોયુ મેં,

મને એ બહુ ગમ્યુ હતુ.


પવન આવે, ડાળી હલે,

પણ માળો એ બનાવતુ હતુ.


ત્રણ ચાર કંઇ તણખલાથી,

માળો સુંદર બનાવતુ હતુ.


મારી સામે જોઇ,

ચીં ચીં જેવુ બોલ્યુ હતુ


મારી નજરો એ પણ જાણે,

પંખીનુ બહુમાન કર્યુ હતુ.


મુકત ગગને વિહરવા,

ડાળીએથી ઉડયુ હતુ.


પંખી એક જોયુ મેં,

મને એ બહુ ગમ્યુ હતુ.


Rate this content
Log in

Similar gujarati poem from Children