પળ
પળ
તારા સાથે અનુભવેલા એ યાદના પળ;
અને નાસ્તાની જુગલબંધીની યાદ આજે પણ અપાવે,
મારી આંખોમાં આંસુ જોઈ તારી આંખ ભીની થઈ જાય એ પળ;
અને હું તને જોઈને મારા આંસુ લૂછી નાંખુ,
હું નારાજ થઈ તને બોલવું નહીં અને તું મને પ્રેમથી મનાવે તે પળ;
અને તારી આ લાગણી જોઈ હું બરફની જેમ પીગળી જાઉં,
સંતાકૂકડી જેવી આપણી રમત આજે એની પળ જીવવા માટે મારી આંખો તારી ખોજમાં ભટકી રહી;
અને તું ન મળતાં ફરી આંખોમાંથી ધારા વહેતી રહેતી,
તારી આપેલી પહેલી ગિફ્ટ મારા કબાટના માળિયામાં આજે પણ અકબંધ છે.
અને તે પળ મારી જિંદગીનો સૌથી સુંદર દિવસ છે.

