નવી શરૂઆત
નવી શરૂઆત
જિંદગી મહી સફળ થવાની લાલસા જાગી;
અંતરે આનંદ માણી, નવી શરૂઆત લાગી,
મારગે કાંટા સમા ડુંગર આવતાં નિહાળ્યાં;
દૂરથી રળિયામણા 'ને જતાં કાંટા વાગ્યાં,
જિજ્ઞાસાવૃત્તિ પ્રબળ, એ પડકારો ઝીલ્યાં;
સત્ય માર્ગ અપનાવી,લક્ષ્યની સંગ હાલ્યાં,
મન રાખીને શાંત, અર્થમાં ચરિતાર્થ થયા;
એ ઘડતરની સંગ નામ રોશન કરી ગયા,
' સચેત ' થઈને, નવી શરૂઆત કરી ગયા;
મક્કમતાથી જીવનની દોરને સાંધી ગયા.
