સ્પર્શ
સ્પર્શ
તારી યાદનો એ સ્પર્શ
મારી સાથે વિતાવેલા એ અદ્ભૂત મુલાકાતનો સ્પર્શ,
આપણી વાતો જે ખૂટતી જ નહોતી તેનો સ્પર્શ
મનમાં ઊઠતાં સવાલોના જવાબ તારી પાસે જ મળે તેનો અનોખો સ્પર્શ,
હૃદયની રોમાંચકતાનો સ્પર્શ
તારા સામે રહેવાથી મારી ધડકન વધવાનું સ્પર્શ,
તારી પ્રેમની વાતોનો રસપાન કરવાનો સ્પર્શ
સ્પર્શની જમાવટ અનોખી વાતોની યાદ અપાવે.

