લાગણીના તાર
લાગણીના તાર
હૃદય મહી વાત્સલ્યની છટાં, એ બહાર લાવી ગઈ;
મમતાના રૂપમાં, લાગણીના તાર એ બંધાવી ગઈ,
લાડકી દીકરી બાપુના આંખનો તારલો બની ગઈ;
બાપુના હૃદયે, હરખના આંસું એ વરસાવી ગઈ, લાગણીના તાર..
ભાઈ-બહેનની લડાઈમાં રક્ષાની દોર બંધાઈ ગઈ;
તહેવારના ઉત્સવ સમી, એ યાદોને સંવેદાઈ ગઈ, લાગણીના તાર..
ઋણાનુબંધના સંબંધે બંધાઈને, એ તીવ્ર બની ગઈ;
અંતર મન મહી આનંદની એ અનુભૂતિ કરાવી ગઈ, લાગણીના તાર..
માનવમન મહી સંબંધની પરિભાષા એ સમજાવી ગઈ;
એ પરિભાષાને સમજીને વ્યવહારું જ્ઞાન અપનાવી ગઈ, લાગણીના તાર..
સુખ-દુઃખના સાથી બનીને એ સાથ આપી ગઈ;
જીવનનાં રંગોમાં મેઘધનુષની એ પાંખ બની ગઈ, લાગણીના તાર..
હૃદય મહી વાત્સલ્યની છટાં, એ બહાર લાવી ગઈ;
મમતાના રૂપમાં, લાગણીના તાર એ બંધાવી ગઈ.

