મારી મમ્મી
મારી મમ્મી
1 min
226
જિંદગીમાં ક્યારેય કોઈ વસ્તુની આશા નહીં રાખી,
ઘરનાં સભ્યો કેવી રીતે ખુશ થશે તે પહેલાં જોતી હોય.
પોતાના સ્વપ્નોની હત્યા કરી સંતાનોના ઘડતરમાં મથતી રહે,
તેને રડતાં જોઈ મારી આંખોમાં આંસું આવી જાય,
એક જ પ્રશ્ન સતાવ્યા રાખે કે, તે આટલી સહનશક્તિ કેવી રીતે ધરાવે છે ?
હું જ્યારે ચિંતામાં હોઉં ત્યારે તેની આંખોમાં આંસુની ધારા વહેતી જાય,
ત્યારે માઁ મને એમ જ કહે, "ચિંતા ન કર બધું બરાબર થઈ જશે."
લાગણીનો સમુદ્ર આજે વહેવા જ દઉં કારણ મારી માઁના આંખમાં આંસુ જોઈ નથી શકતા.
