આનંદ માણ્યું હશે
આનંદ માણ્યું હશે
કડવાહટ નેવે મૂકીને જીવન અનેરું જીવ્યું હશે;
ત્યારે અવર્ણનીય અનુભૂતિનું આનંદ માણ્યું હશે,
સૌ જીવને ખુશ રાખવા, માન-સન્માન આપ્યું હશે;
ત્યારે માનવી ખુશીની લાગણી અનુભવતો હશે, આનંદ માણ્યું હશે,
પ્રિય સંગ વાતડી કરી જીવનની ખુશી મળી હશે;
ત્યારે અદ્ભૂત ક્ષણની આજ મોસમ માણી હશે, આનંદ માણ્યું હશે,
એકલતાના આશરે રહીને, હાથ મારો થામ્યો હશે;
ત્યારે એક સાથીનો સાથ મળીને જીવ્યો હશે, આનંદ માણ્યું હશે,
જેનું વર્ણન શક્ય ન રહેતા, મૌન આજ સેવ્યું હશે;
ત્યારે આંખે બધી વાતડી કહીને સંભળાવી હશે, આનંદ માણ્યું હશે,
મન ચેતન મહી રાખીને, ધ્યાન સ્વ-નું રાખ્યું હશે;
ત્યારે એક હિંમત સફળતાની સંગ આવી હશે, આનંદ માણ્યું હશે,
દરેક ખુશીની સાથે નવી શરૂઆત આજ કરી હશે;
ત્યારે શરૂઆતે નવી વાર્તા આવીને આજ લખી હશે, આનંદ માણ્યું હશે,
કડવાહટ નેવે મૂકીને જીવન અનેરું જીવ્યું હશે;
ત્યારે અવર્ણનીય અનુભૂતિનું આનંદ માણ્યું હશે.

