STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract

3  

Aniruddhsinh Zala

Abstract

પિતાનો દિવસ કાયમ હોય

પિતાનો દિવસ કાયમ હોય

1 min
206

સૂર્ય સમાન પિતા કહેવાયાં, પિતાનો દિવસ એક કદી ન હોય,

ગરમ થઈને પણ વહાલ વરસાવે ઈ, પિતાનો દિવસ કાયમ હોય,


નિત સવારે નમીએ, શાસ્ત્ર અને સંસ્કૃતિનો જ્યાં હોય પ્રભાવ,

સંસ્કાર થઈ છલકાતાં ઘરોમાં, તો પિતૃ દિવસ કાયમ જ હોય,


રોજ લડાવી લાડ પિતા કરે મહાન, વાત આ ભૂલવાની ન હોય,

નુગરા બાળક બનવું જ નહીં, પિતાનો દિવસ કાયમ જ હોય,


વહાલ અવિરત વરસતું પિતાનું, કયારે તે હૃદયમાં પ્રેમનો દુકાળ ન હોય,

માનવું કેમ કરી આપણે, કે ફાધર ડે તો માત્ર આજે જ હોય,


છોડો વિદેશી અનુકરણ, ને અહેસાસ કરો રોજ પિતાનાં પ્રેમનો,

લાગે સૂરજ સમા આકરા ભલે, હિતકારી અને રક્ષક આપણા પિતા જ હોય,

ગરમ થઈને પણ વહાલ વરસાવે ઈ, પિતાનો દિવસ કાયમ હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract