ફૂલોના નામે ઝાકળ લખું
ફૂલોના નામે ઝાકળ લખું
દાદ આપો તમે તો કઈક આગળ લખું,
ધરતીની બનાવી પાટી ઈશને કાગળ લખું,
મળે જો સૂરજ તો કહી દઉં, ફૂલોના નામે ઝાકળ લખું,
અતૃપ્ત છે આ હૈયાની ધરા, સંગ મળે મિત્રોનો તો નામે પ્રેમનું આખું વાદળ લખું,
મળે જો પ્રિયનો સાથ તો,
હૈયે ઉમટેલા દાવાનળ લખું,
મળે જો સ્નેહનું છલોછલ સરોવર
તો શબ્દ કમળ લખું,
આપે જો ભાગ્ય સાથ તો,
જિંદગી દોસ્તોને નામ પળ પળ લખું.
