ફુલોની તસ્વીર
ફુલોની તસ્વીર
પ્રેમ ઉદ્યાનના કોમળ ફૂલો પર,
તારૂં નામ હું લખાવું,
તારા નામની બનેલી તસ્વીરને,
મારા હૃદયમાં હું વસાવું,
ફૂલોની બનેલી તારી તસ્વીરથી,
મારા હૃદયને હું મહેકાવું,
મહેકતા હૃદયથી તારા પ્રેમને,
વસંતની જેમ હું લહેરાવું,
કોઈ પણ તારો સ્પર્શે કરે તો,
કાંટો બની હું ઘાયલ બનાવું,
હર પળ તારો રક્ષક બનીને,
ચોકીદારી તારી હું નિભાવું,
મસ્તીમાં તું જો લહેરાય તો,
પડછાયો બનીને હું આવું,
પ્રેમના પંથે આવતી પાનખરને,
તુજથી દૂર હું કરાવું,
શીતળ વહેતા સમિરની સંગે,
મનનાં મોરને હું નચાવું,
તારી મહેકનું રસપાન કરવા,
મધુકર બની હું ગુનગુનાવું,
"મુરલી" તારો પ્રેમ દિવાનો થઈ,
તુજને પ્રિયતમા હું બનાવું,
પ્રેમની મહેકતી માળા પહેરીને,
પ્રેમનો તરાનો હું ગાવું.

