STORYMIRROR

Purnendu Desai

Tragedy

3  

Purnendu Desai

Tragedy

ફરક

ફરક

1 min
256

સમયસીમામાં પરાણે લખાય,ને દિલથી સ્ફૂરેલા શબ્દોની રચાય, એ બે રચનાઓમાં ફરક છે,

પરાણે જે કરવી પડે, ને અંદરથી જે અનુભવાય, એ બે લાગણીઓમાં ફરક છે.


યાદ કરવું અને યાદ આવવું, જાણ કરવી અને જણાવવું એ બે માં ઘણો ફરક છે.

એવું નથી કે તમે ચાહતા નથી મને, પણ ચાહતમાં આપણી ક્યાંક તો, થોડો ફરક છે.


વ્યસ્તતા બધાના જીવનનો એક ભાગ છે, પણ એમાંથી સમય કોણ કાઢે છે એનો અહીં ફરક છે,

ફુરસતમાં તો કોઈ નથી, મહત્વ કોનું કેટલું છે એનો જ અહીં બધો ફરક છે.


પહેલા ફરિયાદ કરીને, ફરી ફરી યાદ કરતો, પણ હવે, મારા શબ્દોની રમતમાં થોડો ફરક છે,

આમ તો 'નિપુર્ણ' છું હું આ રમતમાં, હારું છું કારણકે, સામે તમે છો, બસ,આટલો જ ફરક છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy