ફરીયાદ પ્રભુને
ફરીયાદ પ્રભુને
નાનું ફૂલ મેં માગ્યું તારા બાગથી,
કંટકો આપી દીધા તે ચમનથી,
જાણું છું રાજા તું પણ ગરીબ છે,
પણ નસીબ તો મારું અજીબ છે.
આપી આપીને લઈ લેવું નિયમથી,
સુખ પાછું માંગી લીઘું જોખમથી,
જાણું છું રાજા તું પણ ગરીબ છે,
પણ નસીબ તો મારું અજીબ છે.
માંગવા શોધું હું તને આંખોથી,
સાથ છોડીને જાય તું દામનથી,
જાણું છું રાજા તું પણ ગરીબ છે,
પણ નસીબ તો મારું અજીબ છે.
