ફરીથી
ફરીથી
નિત નવાં દિવસો જાય છે દરરોજ,
કંઈક ગમગીનીમાં કંઈક ખુશીથી,
અનેક દિશાઓ દોડી ગઈ,
નભમાં તારાના ટમટમવાથી,
ભોંયે ભંડારો ભૂતકાળ ને કરો સ્વાગત,
ભાવિનું નવા ઉત્સાહ ઉમંગ ને જોશથી,
આશા નિરાશાનો છે સરવાળો જિંદગી,
અપેક્ષા ઉપેક્ષા ને ભરી છે તિરસ્કારથી,
અસ્ત થયો છે અંધકાર અહીં,
ઉદય થશે ભાણ જાણે ફરીથી.
