ફરી એકવાર
ફરી એકવાર
ફરી એકવાર જિદ સામે જિંદગી હારી ગઈ
ફરી એકવાર બંદગી એ હાર સ્વીકારી લીધી,
ફરી એકવાર માસૂમ દીકરાનો સવાલ સ્કીપ થઈ ગયો
ફરી એકવાર માં નો લલકાર પોઝ થઈ ગયો,
ફરી એકવાર બાદબાકી થઈ ગઈ બાકીની જિંદગીની
ફરી એકવાર સરવાળો થઈ ગયો લાશનાં ઢગલાંનો,
ફરી એકવાર સિંહનો સસલું શિકાર કરી ગયો
ફરી એકવાર મા ની ઉદરગુહાને લાત વાગી હતી,
ફરી એકવાર એક માં નો બીજી મા ના ઘડતર સામે સવાલ હતો
અને ફરી એકવાર અલ્પ વિરામ એ વિરામ લઈ લીધો હતો !
