પહેલા પ્રેમની પહેલી ગિફ્ટ
પહેલા પ્રેમની પહેલી ગિફ્ટ
ખૂબસૂરત રજનીગંધાનું પુષ્ય
મારા પહેલા પ્રેમની પહેલી ગિફ્ટ હતી.....
તે પુષ્ય મારા માટે તો અમૂલ્ય હતું,
તેની આગળ કરોડો રૂપિયાની ગિફ્ટ ફિકી હતી,
તે પુષ્યમાં તેની લાગણી છલકતી હતી
એક એક પાંખડીમાં તેનો પ્રેમ હરખાતો હતો....
એ પુષ્પ જ નહિ પણ મારા માટેનો પ્રેમ હતો,
એમાં અનહદ લાગણીનું ઝરણું વહેતું હતું,
તેને મને પ્રેમથી આપેલું નજરાણું હતું......
અમારા પ્રેમની સોગાત આ રજનીગંધાનું પુષ્ય હતું,
તે ભેટથી મળેલ ખુશી શબ્દોમાં વર્ણવી નથી શકતી
તે મારા દિલને સ્પર્શી ગઈ તેવી તેની લાગણીભરી હૂંફ હતી.

