પહાડોનું રુદન
પહાડોનું રુદન
રડે છે વ્યોમ ને, સર્જન બની જાઉં છું,
પહાડોનેય રડાવી, નદી થઈ જાવ છું,
કેટલો વિયોગ હશે તે, રોજ આમ દરિયે ભળું છું,
સમજે જો હૃદય તો, એમ કરી કિનારાને મળું છું,
પથ્થરોને દઈ હાથતાળી, છમ-છમ વહી જઉં છું,
મળે ન કોઈ હમદર્દી તો, સમ-સમ થઇ જઉં છું,
નસીબ હોય સારા તો, મહાદેવની જટાથી વહું છું,
નહીંતર સૂકી થઇને, સાવ કોરી ધાકર રડું છું,
દરિયો ભરીનેય ક્યાં, "આશુ" દેખાડી શકું છું,
નદી તો કહેવાની રહી, હવે ક્યાં હસાવી શકું છું.