પડીકું
પડીકું


પડીકું આવ્યું, પડીકું આવ્યું,
ભરબજારે પડીકું આવ્યું,
બાબો આવ્યો, બેબી આવી,
લોક સહું એકઠું થઇ આવ્યું,
ભરબજારે પડીકું આવ્યું,
ઓલો આવ્યો, પેલો આવ્યો,
જન સમાજ અહીં ટોળે વળ્યો,
ભરબજારે પડીકું આવ્યું,
એક આવ્યો, શાણો માણસ,
કહ્યું એણે ખોલો પડીકું,
પડીકું ખુલ્યું, પડીકું ખુલ્યું,
ભરબજારે પડીકું ખુલ્યું,
આફતનું પડીકું ખુલ્યું,
લાવ્યું લાવ્યું પડીકું લાવ્યું,
અફવાઓની રેલમછેલ લાવ્યું,
ભરબજારે પડીકું આવ્યું.