Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Abstract

3  

Neha

Abstract

પડે છે

પડે છે

1 min
27


જુનું ભૂલીને, નવું શીખવું પડે છે, 

જમાનાની સાથે, ચાલવું પડે છે !

લાગણીઓને, તળિયે દફનાવીને, 

હૃદયે હંમેશા, ધબકવું પડે છે !


આંખોમાં અશ્રુ ને, હોઠો પર હાસ્ય, 

ચહેરાએ, નકાબ ઓઢવો પડે છે !

છૂપાવીને, વિવિધ ભાવ ચહેરાનાં, 

પરાણે હંમેશા, હસવું પડે છે !


રોજ એક 'પળ' જીવવાં, મરવું પડે છે, 

કેટકેટલું, આમ સહેવું પડે છે !

કશુંક, એક અમસ્તું મેળવવાં, 

કેટલુંય આમ, ગુમાવવું પડે છે !


મંઝિલ એક પામવાં, મથવું પડે છે, 

ચરણને, હંમેશા દોડવું પડે છે !

સફળતાનું, એક શિખર ચડવાં, 

પગથિયું પહેલાં, ઉતરવું પડે છે !


સૂરજને પણ, સાંજે ઢળવું પડે છે, 

પોતાનું અજવાળું, સંકેલવું પડે છે !

પ્રકાશ પોતાંનો, બીજે પાથરવાં, 

પૃથ્વીની બીજી બાજુ, જવું પડે છે !


નફરતને, મહોરું પહેરાવવું પડે છે, 

'ચાહત'થી, કામ લેવું પડે છે !

જિંદગી, પોતાની સુખ ચેનથી જીવવાં, 

કાયમ હંમેશા, કશુંક જતું કરવું પડે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract