પૈસાનું ઝાડ હોત
પૈસાનું ઝાડ હોત
વધતી જતી મોંઘવારીને લગામ આપવાં,
દિવસે દિવસે વધી રહ્યા ભાવને લાંઘવા,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
વધતી જતી આ ગરીબીને નિયંત્રણ કરવા,
બે સહારાને અસહાય લોકોની મદદ કરવા,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
કેટલીય જરૂરિયાતોને દબાવી પડે છે અંદર,
આ બધી જ જરૂરિયાતોને પહોંચી વળવાને,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
નથી મોહ માયા આ પૈસા તણી જિંદગીમાં,
તોય અંતિમ શ્વાસ સુધી એને કમાવા દોડવું,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
પરિસ્થિતિ હાલની એવી સર્જાણી છે અહીં,
પૈસો છે તો સંબંધ છે,દરિદ્રનું અહીં નથી કોઈ,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
લોકો રૂપ -રૂપિયો,રજવાડાં પાછળ થઈ ગાંડી,
સાદગી અહીં હવે મમરાના ભાવે છે વેચાણી,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
રખડે તે ચરે,બાંધ્યો ભૂખે મરે એ થયું સાર્થક,
પૈસો નથી રહ્યો હાથનો મેલ,બન્યો સર્વશ્રેષ્ઠ,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
કહેવાનો મર્મ અહીં એટલો જ છે "પ્રવાહ"
પૈસા થકી જ હવે જીવન જીવાય છે આપણું,
એક પૈસાનું ઝાડ હોત તો કેવું સારું હતું.
