Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bharat Thacker

Fantasy

5.0  

Bharat Thacker

Fantasy

પાનખરનું પુષ્પ

પાનખરનું પુષ્પ

1 min
590


(પાનખરના પુષ્પનું પ્રતિક બનાવીને, એક પ્રામાણિકતા પૂર્વક કાર્ય કરીને નિવૃત્ત થયેલ વ્યકિતના જજબાતને, એના સંતોષને આ કાવ્યમાં નિરુપવાના પ્રયત્ન કરેલ છે.)


પાનખરનું પુષ્પ નથી હું, સમયે પીસેલું અત્તર છું,

જિંદગીના અવનવા અનુભવોથી હું માતબર છું.


પ્રામાણિકતા પહેચાન છું, કરી છે ખૂબ મહેનત,

પસીનાની મહેકથી હું હરહંમેશ તરબતર છું.


બહારની દુનિયામાં ખૂબ ખૂબ ભટકી લીધું છે મેં,

મને નહીં ગોતી શકો બહાર, હવે હું મારી ભીતર છું.


પુષ્પ છું, કંટકો વચ્ચે પણ માણી છે દરેક મોસમ;

નથી ખોફ કોઇનો, પ્રસન્ન ચિત્તે અલગ થતું પાનખર છું!


યુગો યુગોથી એનું થતું રહ્યું છે પુનરાવર્તન;

બે પેઢી વચ્ચેનું નિરંતર વધતું જતું અંતર છું.


માણી લેજો અમારી સાથે જિંદગીની મહેફીલ,

પાછો ના વળી શકુ, હું એવો છુમંતર છું.


‘સૌરભ’ છું, સરસ સુગંધ ફેલાવતું પુષ્પ છું,

સંતોષ છે, જિંદગીમાં ઘણી બધી રીતે બહેતર છું.


Rate this content
Log in