ઓરમાયું અસ્તિત્વ
ઓરમાયું અસ્તિત્વ
સુંવાળા ગર્ભમાંય અહમ્ પાળું છું,
ઓરમાયું એક અસ્તિત્વ પાળું છું,
સદીઓથી જોઈ અસમાનતાઓ,
છતાં પોતાનો જ હકદાર પાળું છું,
છે મારી અંદર એજ મારાં અંતરમાં,
એ નજાકત છોડીને સખત પાળું છું,
આજ સલામત નથી ને કાલ પણ,
આપનાર આંસુને કોખમાં પાળું છું,
દિલથી વળગાડી રાખ્યું'તું જે સપનું,
ઈચ્છાઓ બાળીને ઈચ્છા પાળું છું,
'ને સહેલાઈથી બંધનો ક્યાં તૂટે છે ?
બધુંજ સમર્પિત કર્યું' ખૂટતું પાળું છું,
સ્ત્રીનું પણ એક અસ્તિત્વ હોઈ શકે,
ઉદાસી છોડી થોડી હિંમત પાળું છું,
જો વેદનાં લખતાં આવડી ગઈ ઝીલને,
જાણે એટલે શબ્દમાં ગઝલ પાળું છું.
