ઓઝત
ઓઝત
ઊંચી ટીંબે ટેકરી ગિરનાર ઓથે
સોરઠી શાન ઓઝત ચડવે ગોથે,
પોપટડી પ્રસ્થાને નીરખી અદેખી
મળતી મીણસાર કરતાં વણદેખી,
વીંધી ગીરની ભોમકા જઈ ચડી
અણધારી ઓઝત શીર ઊંધે પડી,
સોરઠે સાંકડે કાંઠે લટકતી પટકતી
જળ ઉદર ભરી ઘર ઘર ભટકતી,
પોષતી બાગમાં મીઠડાં આંબા
ચીકુડી રાયણ જાંબુ ઝાડ લાંબા,
ખિજડીયા બામણાસા બાદલપુર
વેગે વટ્યાં ધણકુલીયા આણંદપુર,
નાગલપુર ગાંઠીલા બાલાગામ
નાહ્યાં બેલા સોનારડી નવાગામ,
ઘેડ ઘમરોળતી સોંસરવી દરિયે
ટુકડા ગોસા કહે સમુંદરને વરિયે,
ઊંચી ટીંબે ટેકરી ગિરનાર ઓથે
ઓઝત દાન ને ધાન દીધાં દોથે.