ઓ...... સાંજ
ઓ...... સાંજ
તારે બાહુપાશ ક્ષિતિજ આથમે , જોને સજન રે,
સાંજ એકલી મુજ નિજ આથમે, જોને સજન રે,
આ ઝરુખો સુનો ને, વળી સમાંતર રાહે પ્રતીક્ષા,
મનના આયખે કેવી ખીજ આથમે, જોને સજન રે,
ધબકતી લાગણી ‘ને પાંપણ ,ભીતરે ખુલ્લું આભ,
એક ચાહ ઉડાવે ને વિજ આથમે, જોને સજન રે,
જીવનનો અંતે મર્મ ‘કિરન‘ બસ એજ ખોજું,
રોજ એ ચિંતા એકલીજ આથમે, જોને સજન રે,
ઓ સાંજ, આ મૃગજળ ના પારખા ક્યાં લગી,
તારા અભાવમાં એવી જ આથમે, જોને સજન રે!

